રવિવાર નો દિવસ મારા માટે સંપૂર્ણપણે રજા નો દિવસ હોય છે . કોલેજ ના એક અઠવાડીયાના એકદમ કડક સમયપત્રક પછી શનિ-રવિ ના એ દિવસો મને મીઠા મધ જેવા લાગતા . અને રજા નો દિવસ હું આરામ કરવામાં જ વિતાવતો . બીજા મિત્રો રવિવારનો સમય વાંચવામાં અને એમની જર્નલો પૂરી કરવામાં ખર્ચતા .જ્યારે મારા માટે બે જ કાર્યો મહત્વપૂર્ણ હોય . એક સરસ મજાની ગાઢ નિંદ્રા લેવાનું અને બીજું આ ચંચળ મન માં જન્મેલા વિચારો ને કાગળ ના ચોપાનીયા પર નોંધવાનું . મને અભ્યાસ સિવાય નું બીજું કઇક સાહિત્યિક લખવાનું ખુબ જ ગમતું . કોણ જાણે એનાથી મન માં હું ખુબ જ આનંદ અનુભવતો .
આવો જ એક રવિવારનો દિવસ અને સાંજનો સમય . પણ આજે મારે થોડું ઘણું કામ પતાવવાનું હતું . પહેલા તો મિત્ર ભાવિનની પાસપોર્ટ માટેની અરજી મારે મારા કોમ્પ્યુટર માંથી કરવાની હતી . અરજી ભર્યા પછી બે ઘડી એની સાથે પાસપોર્ટની વાતો કરી . એમાં થી પાસપોર્ટ અંગેની પોલીસ ઇન્ક્વાયરીના ધક્કા અને તેમાં થતા ભ્રષ્ટાચાર અંગેની વાત નીકળી . અત્યારે દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર રૂપી ઉધઈના આ કીડા ઘર કરી રહ્યા છે અને મધ્યમ વર્ગના માનવીને તો પૂરેપૂરો કોતરી ખાય છે. પાછું મારું મન વિચારો ની ચગડોળે ચડ્યું . એક પછી એક ભ્રષ્ટાચાર , ચોરી હત્યાના સમાચારમાં સંભાળવા મળતા કિસ્સાઓ માનસપટ પર અંકિત થવાના ચાલુ થઇ ગયા .
"અરે , કયા વિચારો માં ખોવાઈ ગયો ? તારે હજુ પેલા ચપ્પલ સંધાવા નથી જવું ? " વિચારોની એ માળાને તોડતા ભાવિન બોલી ઉઠ્યો .
"હા , યાર એ તો હું ભૂલી જ ગયો !" આજે મારે ચપ્પલ સંધાવા માટે જવાનું હતું એ વાત તો મારાથી વિસરાઈ જ ગઈ હતી . મારા ચપ્પલ છેલ્લા પંદર દિવસથી મારી સાથે જાણે ઝગડો કરી કહી રહ્યા હતા કે હવે તેમને ઓપરેશનની સખત જરૂર છે . પણ હું રોજ સવારે વિચાર કરું અને સાંજ પડતા પડતા તો એ વાત વિસરાઈ જતી . પણ હવે મને ચપ્પલ પ્રત્યે વધારે ક્રુરતા કરવી પાલવે તેમ ન હતું . એટલે આજે ભાવિન સાથે જવાનું નક્કી કર્યું હતું .
કોલેજથી ઇસ્કોન મંદિરનો રસ્તો લગભગ પાંચ મિનીટનો થાય . અને મંદિરની સામે જ ફૂટપાથ પર પોતાની જ ધૂનમાં મશગુલ થઇ ને બુટને પોલીશ કરતા એક આધેડવયના મોચીકાકાને જોઈને આપણને જાણે બીજી બધી જ વાતો વિસરાઈ જાય . માણસનું બધું જ દુ:ખ-દર્દ આ કાકાના એક સ્મિતમાત્રથી જ ગાયબ થઇ જાય અને એમના વર્તનમાંથી એક અનેરો જ વિવેક વર્તાઈ આવે .
"કાકા આ ચપ્પલ સાંધવાનું છે. કેટલો સમય લાગશે ?"
"બસ સાહેબ , બે જ મિનીટમાં તો તમારું ચપ્પલ તૈયાર . એથી વધુ રાહ તમારે નહિ જોવી પડે ." કાકા મીઠાશથી બોલ્યા .
"યાર , ભાવિન ખરેખર આ પેથોલોજી ના પ્રેક્ટીકલ ખુબ જ અઘરા પડે છે . અને સવારે ક્લિનિકમાં ત્રણ કલાક ઉભા રેહવામાંતો કમર કસાઈ જાય છે . "મેં સમય પસાર કરવા ભાવિન સાથે વાતો ચાલુ કરી .
"અરે , એમાં કઈ નહી . જો તમને રૂચી હોય તો કોઈ પણ કામ અઘરું ન લાગે અને હવે મેડીકલ માં એડમીશન લીધું છે તો કાં'તો આ પાર કાં'તો પેલે પાર થવું જ પડે . એ વગર આપડે છૂટકો જ નથી। ....."
"સાહેબ , તમે મેડીકલ કોલેજમાંથી આવો છો ? " અમારો વાર્તાલાપ અટકાવતા મોચીકાકા બોલી ઉઠ્યા .
" હા, કાકા . કેમ કઈ કામ હતું ?? કઈ જરૂર હોય તો કે'જો ." મારાથી અમસ્તું જ બોલાઈ ગયું .
" અરે ના રે ના સાહેબ આપણને તો સાજા-નરવા રાખનારો ઉપર બેઠો છે . કે' છે ને કે 'રામ રાખે એને કોણ ચાખે !!' પણ આ તો એકાદ બે મહિના પહેલા તમારા મેડીકલ કેમ્પસના જ એક ડોક્ટર બેન અહી ચપ્પલ રીપેર કરાવવા આવ્યા હતા . મેડમ ભલા લગતા હતા . પણ એમનાથી આ એક બોક્સ મારે ત્યાં ભુલાઈ ગયું છે . એક મહિનાથી રાહ જોઉં છું કે મેડીકલનું કોઈ આવે તો એ બોક્સ એને સોંપી દઉં અને મારા મનનો ભાર હળવો થાય . "
"કાકા , એ બોક્સ માં શું છે તમે જોયું ખરા ?"
" ના રે ના સાહેબ . આપણાથી બીજાની વસ્તુને એવી રીતે ના અડાય . એક મહિના દિ'થી મને આ બોક્સ ભારરુપી લાગે છે . આજે તમે મળી ગયા છો તો એ ભાર પણ ઉપરવાળાએ હળવો કરી દીધો . આ બોક્સ એ મેડમ સુધી પહોંચાડી દો તો મેહરબાની રેહશે."
ભાવિને એ બોક્સ તરત જ લઇ લીધું . એ હતું તો એક સામાન્ય લેન્સેટ ( લોહી લેવા માટે ની સોય )નું બોક્સ . પણ મને આ મોચીકાકા ની ઈમાનદારી જોઈ ને અચરજ થયો .
"સાહેબ , તમારા ચપ્પલ સંધવાના દસ રૂપિયા થયા ."
મેં દસ રૂપિયા કાઢી તરત જ કાકા ના હાથમાં મુક્યા .
મારા મનમાં એ દસની નોટની સાથે જ ફરીથી પેલા ભ્રષ્ટ થઇ ગયેલા મોટા માણસોના ચિત્રો પ્રગટ થવા મંડ્યા . અને બીજી બાજુ હતા આ ઈમાનદારી ના પ્રતિક રૂપી 'મોચીકાકા' . જેઓએ એક મહિનાથી એક અજાણ્યા ડોક્ટર મેડમના બોકસને સાચવીને રાખ્યું હતું અને એમાં શું છે એ જોવા સુધ્ધાની રુચિ દર્શાવી ન હતી .
કે'છે ને કે 'હો નાથ તમે તુલસી ને પાંદડે તોળાણાં ' આ કથન મને આજે આ મોચીકાકા માટે સાચું લાગ્યું . દુનિયાનો ગમે તેટલો ભ્રષ્ટ પૈસો પણ જો આ માણસની સામે ત્રાજવામાં મૂકી દો તો પણ ઈમાનદારી નું આ પલડું ડગે એમ ન હતું ...............
-ચિરાગ

Just an addition to your blog: "It was never about law and order for corruption" all that is required for a corruption free nation is such a "MOCHIKAKA" everywhere....
જવાબ આપોકાઢી નાખોVery ture runavbhai
કાઢી નાખો