" શું પુણ્ય ના જ પારખા થાય છે ??"
મેડિકલ ના અભ્યાસ કાળ દરમ્યાન વિદ્યાર્થી માટે વેકેશન ના દિવસો સંજીવની બુટી જેવા દુર્લભ હોય છે. રજા ના એ દિવસો શોધવા માટે અમારે હનુમાનજી ની જેમ પરીક્ષા રૂપી કેટકેટલા હિમાલય ખુંદવા પડે છે. અને આ સમયે અમે એ જ સંજીવની નો આનંદ લઇ રહ્યા હતા.
મે મહિના ના એ સમય માં ગરમી નો પાર ના હતો. આકાશ માંથી જાણે અંગારા વરસતા હોય એવી ગરમી ના લીધે હીટસ્ટ્રોક થતા મૃત્યુ ના રોજ એક બે કેસ તો સમાચાર માં જોવા મળે જ !!! રસ્તાઓ પણ એકદમ વેરાન હોય. એક ચકલું પણ બહાર ફરકતું જોવા ના મળે.
આવા જ એક ખરા બપોર ના સમયે હું માસી ને મળી ને વળતો થયો હતો. વેકેશન આવતી કાલે પૂરું થવાનું હતું અને ફરીથી ફાર્મેકોલોજી અને પેથોલોજી સાથે લડાઈ ચાલુ કરવાની હતી. માસી ને ઘણા દિવસે મળ્યો એ આનંદ માં જ મન વિચારો માં ખોવાયેલું હતું . અને મારું બાઈક સડસડાટ ગરમી ભર્યો એ રસ્તો કાપી રહ્યું હતું . ત્યાં જ મારી નજર રસ્તા પર પડેલ પથ્થર જેવી વસ્તુ પર પડી . "હશે હવે પથ્થર ! કોઈ એ ફેંક્યો હશે રસ્તા પર એમ જ . પણ થોડું અંતર કાપતા જ વિચાર આવ્યો કે લાવ ને જરા જોઉં તો ખરા છે શું ? કોઈ ને નડે એ પહેલા એને રસ્તા પર થી બાજુ માં ફેંકી દેવામાં મારે શું નુકશાન જવાનું છે ?
બાઈક નો યુ - ટર્ન મારીને જયારે હું એ જગ્યાએ પહોંચ્યો ત્યારે મારો તો શ્વાસ જ અટકી ગયો . રસ્તા પર ખરા બપોરે પડેલ એ પથ્થર નહિ પણ એક પંખી હતું . એક 'હોલો ' જે પોતાની જીંદગી ના આખરી શ્વાસ ના ડચકા ભરતો હતો . ચાંચ માં થી લોહી જાણે પાણી ની જેમ વહી જતું હતું . પણ હજુ એનું પ્રાણ પંખેરું ઉડ્યું નોતું એટલે જીવન ની આશા ની જ્યોત હજુ ઝબુક્યા કરતી હતી . પણ એ જ્યોત ટૂંક જ સમય માં બુઝાઈ જવાની છે એવું મને એ સમયે વર્તાતું હતું . કોઈ ક્રૂર વાહનચાલક ની હડફેટ માં આવી ને જ બિચારા આ હોલા ની આવી હાલત થઇ હશે. એની એક પંખ પણ અડધી કપાઈ ગઈ હતી એટલે જીવવા ની શક્યતા તો ખુબ જ ઓછી હતી .
જ્યાં સુધી મારા દેહ માં પ્રાણ છે ત્યાં સુધી તો હું એની જીવનજ્યોત નહિ જ બુઝાવા દઉ . મન માં આવો જ કઈક નિશ્ચય કરી એ હોલા ને મેં રૂમાલ માં વીંટાળી ને હાથ માં ઉપાડ્યો .ભગવાન ને પ્રાર્થના કરી કે હે પ્રભુ મારી જીંદગી ના થોડા દિવસો કાપી ને પણ જો આ જીવ બચી જતો હોય તો એમ કરવા પણ હું તૈયાર છું . અને એ જ નિશ્ચય સાથે મેં બાઈક ચાલુ કર્યું . હજુ મારું ઘર 13 કિ . મી . દૂર હતું એટલે રસ્તા માં જ કોઈ આશરો મળી જાય તો ત્યાં આ હોલા ને પાણી પાઈ ને બચાવી શકાય એમ હતો પણ અવ ઉજ્જડ રસ્તા પર ઘર મળે કેમનું !!!! પણ કે છે ને કે જો નિશ્ચય દ્રઢ હોય તો ભગવાન પણ મળી જાય છે . ત્રણેક કિલોમીટર નું અંતર કાપ્યા બાદ એક કાચી માટી ના મકાન પર મેં બાઈક થોભ્યું . એક ડોશીમાં એમના દીકરી અને દીકરી સાથે ત્યાં બેઠા હતા .
મારી આશા ફરી અમર બની . બા તરત જ ઘર માંથી પાણી નો લોટો ભરી ને લઇ આવ્યા અને એક વાડકા માં પાણી ભરી એ હોલા ને એ પાણી માં ડુબાડ્યો . એના ઘા સાફ કર્યા . સદીઓ થી તરસ્યો હોય એમ એ હોલો ચાંચ વડે પાણી ઘટ્ઘટાવતો અને અમારા બધાના જીવ માં જીવ આવતો ગયો .થોડી જ પળો માં એક ઝબૂકતો દીવો જેમ તેલ પૂરવાથી જ્યોત પ્રગટાવી ઉઠે છે એમ એ હોલો પણ મૃત્યુ ને હરાવી ને બેઠો થઇ એની ઝખ્મી પંખ ફડફડાવા લાગ્યો . મારી આશા ની લાજ રાખવા બદલ મેં ઈશ્વર નો ખુબ ખુબ આભાર માન્યો .
"બા , તમારો ખુબ ખુબ આભાર . આજે તમે એક જીવ ને બચાવી ને એક ઘણા પુણ્ય નું કામ કર્યું છે . "
"અરે બેટા , એમાં વળી શું મોટું કાર્ય કર્યું ? પ્રભુ એ આપણને આ રંગમંચ પર એક બીજા ની મદદ કાજે જ તો મોકલ્યા છે . અને આવા તો કેટલાંય પંખી મારે ઘેર સજા થઇ ને ઉડી ગયા . હજુ હમણાં થોડા 'દિ પેલા જ તમારા જેવા જ એક ભાઈ એક ઈજાગ્રસ્ત કુતરા ને મારે ત્યાં મૂકી ગયા હતા . બિચારા એ પ્રાણી ના બંને પગ એક ગાડી ની હડફેટ માં આવવાથી ભાંગી પડ્યા હતા . એ કુતરા ને એક મહિના સુધી રોજ દૂધ ને રોટલો ખવરાવી સાજો કર્યો . એ અમારા ઘર ને એક સભ્ય જેવો બની ગયો હતો . પણ હજાર હાથ વાળા આ પરમેશ્વર ની ઈચ્છા કઈક જુદી જ હશે !! સાજા થયા ના ત્રીજા જ દિવસે એ નિર્દોષ પ્રાણી ફરીથી કોઈ ગાડીવાળા નો શિકાર બની ગયું . અને આ વખતે તો બચવા માટે કઈ બાકી જ નોતું રહ્યું . " કેહતા કેહતા બા ની આંખ માંથી આંસુ નું ટીપુ સરી પડતું હું જોઈ શક્યો . જાણે એમના કોઈ પોતીકા નું નિધન થયું હોય એવા દુખ નો ભાવ એ વૃદ્ધા ના ચેહરા પર જોઈ હું પણ ગળગળો થઇ ગયો .
"બા , તમે આટલા ભલાશ ના કર્યો કરો છો ઉપરવાળો જરૂર આ બધું ક્યાંક એની ડાયરી માં નોંધાતો હશે . એના થી કોઈ જ વસ્તુ અજાણ નથી રહેતી . એ દરેક માણસ ના બધા જ કર્મો નો હિસાબ રાખે છે . અને જરૂર પડ્યે એ ચૂકવે પણ છે . " મેં બા ને આશ્વાસન આપતા કહ્યું .
" દીકરા એ હજાર હાથ વાળો હિસાબ રાખતો હોય કે નહિ એની તો ખબર નથી પણ આ જીવન માંથી એટલી શીખ તો મળી છે કે હંમેશા પુણ્ય ના જ પારખાં થાય છે " આટલું કેહતા બાએ ખાટલા માં સુતા તેમના પચ્ચીસએક વર્ષ ના દીકરા તરફ આંગળી ચીંધી . અત્યારસુધી હોલા ને બચાવવા ની હડાહડી માં મારું ધ્યાન એ તરફ તો ગયું જ નો'તું કે હું આવ્યો ત્યારના એ ભાઈ ખાટલા પર થી એક પણ વાર ઉભા થયા નો'તા .બાએ એમને ઓઢાડેલી ચાદર ઉંચી કરી ત્યારે સાચે જ મારાથી ઈશ્વર ને પ્રશ્ન થઇ ગયો કે ભગવાન શું તું પુણ્યાત્માઓ ની જ પરીક્ષા લે છે ??
" અમારા આ નાનકડા પરિવાર માં કમાણી નો એક માત્ર સ્ત્રોત મારો આ દીકરો છે . છ માસ પહેલા ખેતરે થી વળતી વેળા રસ્તો ઓળંગતા એક ટ્રક વાળા ની ટક્કર થી એના બંને પગ માં ગંભીર ઈજા થયેલી . ત્યારથી એ ખાટલા માં જ સુતો છે . દાકતર કે'છે કે એને હજુ ચાલતો થવામાં એક વર્ષ જેટલો સમય લાગી જશે . આ બંને નું ભરણપોષણ કરવામાટે મારે જ બીજા ના ખેતર માં મજૂરી કરવા જવું પડે છે અને એમાંથી જે રોજી મળે છે એનાથી અમારા ત્રણેય ના પેટ નો ખાડો પૂરાઈ રહે છે .," આટલું કહેતા કહેતા એ વૃધ્ધા ફરી ચોધાર આંસુડે રડી પડ્યા .
અને એ જ સમય એ મને જે જગ્યાએ પેલો હોલો અથડાઈ ને પડ્યો હતો ત્યાંથી થોડે દૂર પોતાની કાર ઉભી કરી ને આરામ થી સિગારેટ ના કશ લેતા બે યુવાન નું સ્મરણ થઇ આવ્યું . અને મનમાં ફરીથી પેલો પ્રશ્ન ઘૂમરાવા લાગ્યો કે 'શું ઈશ્વર ખરેખર સારા માણસો ની જ પરીક્ષા લેતો હોય છે ??.' પણ તરત જ મન માં જાણે ભગવાન જવાબ આપતા હોય એમ અંતર્નાદ થયો " કે શું કેલૈયા ના માં બાપ ની પરીક્ષા મેં જ નો 'તી લીધી ?? શું નળ દમયંતી ની કસોટી પણ મેં જ નો ' તી કરી ??
હું આગળ કઈ જ બોલી શક્યો નહિ .............................

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
chiragcontractor07@gmail.com