વૃક્ષ અને પંખી
ઉજ્જડ પ્રદેશની વચમાં વૃક્ષ એક ઘટાદાર
માળો બનાવી એમાં પંખીડા વસતા ચાર
રોજ મીઠા ફળ ખાતા ને કરતા મીઠો કલરવ
પ્રેમ અને વાત્સલ્યસભર એવો એમનો સંસાર
પંખીઓ ના આ ટોળાને ક્યાં હતી કંઈ ખબર
કે પ્રેમભર્યા સંસાર ને લાગી તી કાળ ની નજર
સુસવાટા કરતા પવન, ને ફૂંકતા ચક્રવાત વચ્ચે
કાળના વાદળોમાં કુદરતે રૂપ ધર્યું ભયંકર
પંખીડાને રક્ષવા થકી વૃક્ષ રહ્યું એ અડી
પણ કાળ ના ફટકા સામે કોણ શક્યું છે ટકી
વૃક્ષ થયું ધરાશાયી ઉજડ્યો સંસાર એ પ્રીત નો
ને પંખીડા ના નેત્રમાંથી અશ્રુધારા વહી
માળા વગરના બેઘર પંખી કરતા નિત્ય વિલાપ
કે ક્યાંક થઇ જાય મિત્ર વૃક્ષની આત્મા સાથે મેળાપ
શિયાળો ,ઉનાળો ને ચોમાસું ; વર્ષ ગયું આખું વીતી
પણ ન શમ્યો એ પંખીઓના હૃદયનો સંતાપ
પ્રીતનો સંસાર ઉજાડી કાળને પણ પસ્તાવો આવ્યો
ને પંખીઓ ના જીવનમાં એ ખુશી નો અવસર લાવ્યો
આખા એ ઉજ્જડ પ્રદેશ માં ફૂટ્યા તરું ના અંકુર
પંખીઓએ પણ ભેગા મળી આ ઉત્સવને ને વધાવ્યો
કેહવાય છે એક જમાનામાં હતી ઉજ્જડ જમીન
પંખીઓના કલરવથી આજે ત્યાં વન ઉભરાય છે
આ પ્રીતનો જ છે પ્રતાપ જે બદલાઈ કાળની દ્રષ્ટિ
ત્યારથી એ પ્રદેશને "પ્રીતનું જંગલ " કેહવાય છે .....
- ચિરાગ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
chiragcontractor07@gmail.com