સપનું
સપનું - વાસ્તવિકતા અને આભાસ વચ્ચે નો એક નાજૂક સેતુ . ક્યારેક મીઠું તો ક્યારેક કડવું લાગે એવું આ સપનું ઘણી વાર એવા અનુભવો કરાવતું હોય છે જે વાસ્તવિક જીવન માં અતિ દુર્લભ હોય છે . અને કોઈ વાર આ જ સપનું જીંદગી જીવવાની જડીબુટ્ટી પણ આપતું જાય છે . વ્યક્તિ જયારે આભાસ ની આ દુનિયા માં હોય છે ત્યારે ઘણી વાર તેને વાસ્તવિકતા કડવી લાગવા લાગે છે કારણ કે આ દુનિયા નો માલિક એ પોતે છે અને અહી તેનું ધાર્યું બધું જ સારું થાય છે . એને સપના માં જ રેહવાનું મન થાય છે . કારણ કે એને ખબર છે કે આંખ ઉઘડતાની સાથે જ એની બધી અપેક્ષાઓ પર પાણી ફરી જવાનું છે . હવે ફરી એ કડવી વાસ્તવિકતા ઘૂંટડા એણે ભરવા પડશે . પણ ન ચાહતા પણ એણે નેત્ર ઉઘાડી ને વાસ્તવિકતા નો સામનો તો કરવો જ પડશે .
પોતાની પ્રેમિકા દ્વારા તરછોડાયેલા અવા જ એક યુવક ની વ્યથા મેં મારા આ કાવ્ય દ્વારા રજુ કરવાનો પ્રયાસ કર્યો છે .
મારે સપના માં જ રેહવું છે
હાથ માં તારા મુક્યો મેં જયારે મારો હાથ
ખીલ્યા ચમન માં ફૂલ ને પંખીઓ એ કર્યો સાદ
ઉભર્યો પ્રેમ નો ઉમળકો ને એ સાથે જ આપણે
એકબીજાના નયન માં ઝંખ્યો જીવનસંગાથ
તારા ભાલ ને ચૂમવા વધ્યો હું આગળ જરા
કોણ જાણે કેમ સરકી મારા પગ તળે થી ધારા
હાથ પકડવા તારો કર્યો મેં નિષ્ફળ પ્રયાસ
પણ ઓઝલ થઇ ગઈ તું મને મળ્યો ફક્ત એકાંત
અંધકાર નો પરદો ઉઠતા જ નેત્ર મારા ખુલ્યા
ત્યારે મેં જાણ્યું કે આ તો કેવળ આભાસ હતો
વાસ્તવિકતા નો પરિચય થયો ત્યારે જાણ થઇ
કે એ તો કેવળ સપનું હતું જેમાં તારો સાથ હતો
હવે ફરી મારે આ કડવા સત્ય સાથે જાગવું પડશે
કે છે તું મારા થી દૂર મારે તો એકલા જ રેહવું પડશે
શું ખોટો હતો એ આભાસ જેમાં હતો તારો સંગાથ
હવે ફરી મારે એકાંત ના આ દરિયા ને ખેડવો પડશે
જો મળી જાય મને ઈશ્વર મારે ફક્ત એટલું કેહવું છે
કે એક જ વાત રટ્યા કરે છે આ હૈયું
મારે સપના માં જ રેહવું છે
મારે સપના માં જ રેહવું છે। .................
ચિરાગ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
chiragcontractor07@gmail.com