શહાદત! ભાષાની દ્રષ્ટિએ તો કેવળ ચાર અક્ષરથી બનેલો એક શબ્દ. પરંતુ આ ચાર અક્ષરના શબ્દને જ્યારે લાગણીનું ફિલ્ટર લગાવીને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખબર પડે કે અક્ષર કેવળ ચાર છે, શબ્દ એક, પરંતુ સાથે સંકળાયેલી છે સવા-સો કરોડ ભારતવાસીઓની લાગણીઓ!! સાંભળતાં જ જ્યારે સાવ માયકાંગલાની રગેરગમાં પણ લોહી ઉકળતું કરી મૂકે એવો છે આ શબ્દ શહાદત.
શોર્ય, ખુમારી, વીરત્વ, શહાદત, કુરબાની, વિરહ, ત્યાગ, વેદના આ બધાનો સમન્વય એટલે સૈનિક. સૈનિકનો પર્યાય અહીં કોઈ માણસ કે સમુદાય નથી પરંતુ દેશ માટે ફના થઈ જવાની એક ભાવના છે. જ્યારે અંતરમાંથી એ ભાવના ઉદ્ભવે ત્યારે જેનો જન્મ થાય એ સૈનિક. જેનું માત્ર નામ સાંભળતા જ આપણા હૈયે પણ દેશભક્તિની એક લહેર દોડી જાય. એ ભાવનાની શક્તિ જ આપણા ઐક્યને ટકાવી રાખે છે.
પણ સાહેબ! એટલી સરળતાથી નથી મળતી આ શહાદત. એ તો કેવળ વીર પુરુષને જ વરે છે." वीरश्रीर्वीरवेश्मनी ! " એના થકી તો આખું જીવન નિછાવર કરી દેવું પડે છે. પછી ભલેને એ વિધવા મા નો એક નો એક દિકરો હોય કે બે દિવસ પહેલા જ પરણીને આવી નવવધૂને વિરહનાં ઘૂંટડા ભરવા એકલી તરછોડી ગયેલો નિર્દયી પતિ હોય, બાપુજીએ બાંધેલા સ્વપ્નના શીશ મહેલને ધરાશાયી કરનાર એ ક્રુર પુત્ર હોય કે જીવથી પણ વ્હાલા મિત્રને તેના લગ્નમાં આખી રાત નાચવાના ખાલી વાયદા કરી ચાલ્યો ગયો એ નિષ્ઠુર ભાઈબંધ હોય.
જ્યારે વાત માતૃભૂમિના રક્ષણની આવે છે ને ત્યારે સો-સો ને મારીને સામી છાતીએ બંદૂકની ગોળી ઝીલવાની હિંમત ધરવી એ તમારા કે મારા જેવા સાહેબોનું કામ નથી. ભોમકાની લાજ અચળ રાખવા પોતાના સર્વસ્વને કુરબાન કરી દેવાની હિંમતનું વરદાન બધાને નથી પ્રાપ્ત થયું. એ ખુમારી તો હજાર હાથવાળા ઈશ્વરે એની ખૂબ જ પ્રિય અને વ્હાલી આત્માઓને જ આપી છે.
આપણને ઘોર નિદ્રામાં કયારેક બિહામણું સ્વપ્ન આવે તો પણ સફાળા બેઠા થઇ જઇએ છીએ. તો વિચાર તો કરો કે એ વીરપુરુષોનું તો સપનું જ દેશની રક્ષા કાજે ફના થઈ જવાનું છે. અને એ સ્વપ્ન, એ ખુમારી જ કદાચ એ વીરોને કંપાવતી ઠંડી હોય કે બળબળતાે તાપ હોય, કે ભલેને મૂશળધાર મેઘ હોય, ભૂખ્યા હોય કે તરસ્યા હોય, થાક્યા પાક્યા હોય કે દેહ લોહીથી ખરડાયેલા હોય, ઘાયલ હાલતમાં પણ વિષમ પરિસ્થિતિઓને હર્ષપૂર્વક લડત આપવાની હિંમત એ સ્વપ્ન થકી જ મળતી હશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
chiragcontractor07@gmail.com