રજની
હીરા-જડિત ચાદર ઓઢીને વસુંધરા આ પોઢી
ઘોર નીરવ અંધકારમાં પણ તું છે કેમ જાગતી ?
વિરલ તારા અંધકારમાં સ્થગિત થયું આ વિશ્વ
સ્થિરતામાં પણ ચંચળ તું પ્રકાશવેગે ભાગતી !
સાગરના ઘુઘવાટમાં ને વાયરા ના સુસવાટમાં
ઊછળકૂદ કરતી તું જાણે નર્તકી બની નાચતી !
પૂનમની તુ નવવધૂ છે તો અમાસમા તુ જોગણ
મેઘઘટા ગરજે ત્યાં તો તું રડતી બાળા ભાસતી !
રજની કહું તને નિશા કહું,કે કહું રાત ઘનઘોર
ભિન્ન નામ છતાં પણ તું 'અનંત'માં એક લાગતી !
ચિરાગ (અનંત)
તા ૧૮/૬/૨૦૧૮ સોમવાર
સમય ૮:૨૪ સાંજે
સ્થળ : બસમાં, આણંદ-અમદાવાદ એક્સપ્રેસવે...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
chiragcontractor07@gmail.com