બેડ નંબર આઠ...
આખો ખંડ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતી માનવ મેદની થી ઊભરાતો હતો. સૌ કોઇના મોઢે કેવળ એક જ પ્રશ્ન હતો : આ વર્ષનો રાષ્ટ્રપતિ એવોર્ડ મળશે તો મળશે કોને?? આ એવોર્ડ નો હકદાર તો એ જ હોય જેણે કોઈ અસાધારણ કાર્ય કર્યું હોય.
સર્વની પ્રતિક્ષા નો અંત લાવતા સ્ટેજ પરથી એવોર્ડ માટેની જાહેરાત થઈ. આ વર્ષે રાષ્ટ્રપતિ એવોર્ડ ના વિજેતા છે ડૉ. પ્રણવ સોલંકી.. જેમણે ગુજરાત રાજ્ય ના ૪૫૬ ગામમાં વસતા લોકોમાં સ્વાસ્થ્ય માટે જાગૃતિ લાવવા પરિશ્રમ કરીને આ કામ સિદ્ધ કર્યું છે.આ કાર્યને પરિણામ આપવા તેમણે સતત ૪ વર્ષ સુધી ગામેગામ ભ્રમણ કર્યું છે. બાળકોના નિષ્ણાત તબીબ બન્યા બાદ એ ઈચ્છતા હોત તો ભૌતિક સુખ-સુવિધાઓવાળું જીવન અપનાવી શક્યા હોત. પરંતુ તેમણે સમાજ સેવાના આ કાર્યને જ જીવનનો આનંદ માની નિષ્ઠાપૂર્વક કામ કરી આજે રાષ્ટ્રપતિ એવોર્ડના હકદાર બન્યા છે.
સ્ટેજ પર ઊભો માણસ બધાને સાવ સામાન્ય વ્યક્તિ લાગ્યો. આટલું મોટું કાર્ય આ માણસ એકલે હાથે પાર પાડી શકે કેમ તે વિશે કેટલાક ને તો શંકા પણ ગઈ!!
*********
"ઈન્ટર્નભાઈ... બેડ નંબર આઠના પેશન્ટ ને રાયલ્સ ટ્યૂબ (ખોરાક માટેની નળી) નાખી આપો."
નર્સનો આદેશ થતાં જ એણે સ્વપ્ન માં થી બહાર નીકળી વાસ્તવિકતા માં પગલાં માંડ્યાં ત્યારે તેને અચાનક જ કંઈક યાદ આવ્યું હોય તેમ ICU (ઇન્ટેનસીવ કેર યુનિટ)ની રીવોલ્વીગ ચેયર પરથી સફાળો ઊભો થયો અને ICU કેબીન નંબર આઠ ભણી ચાલવા લાગ્યો.
આદેશ આપનાર નર્સને તો કદાચ એમ જ હશે કે હું આટ-આટલા દર્દીઓની સારસંભાળ રાખુ, તકેદારી રાખી તેમને સાજા કરું, છતાં પણ હું તો અહીં જ રહી જઇશ અને રીવોલ્વીગ ચેયર પર આરામ ફરમાવતો આ છોકરો આવતે વર્ષે તો ઈન્ટર્ન મટીને ડૉક્ટર સાહેબ કહેવાશે. કદાચ આ અગ્નિમાં તપવાને કારણે જ નર્સથી પેલાની શાન્તિ સહન ન થઈ હોય એમ પણ બને.
પરંતુ નર્સને ક્યાં ખબર હતી કે એ ત્યાં બેસીને આરામ ફરમાવતો નહતો. એ તો ડૂબ્યો હતો વીતેલા વર્ષોની જાણે કેટ-કેટલીય યાદોનાં સમુદ્રમાં. જ્યાં એ ઈન્ટર્નભાઈ નહતો. ત્યાં તો પળે પળે એને માટેના સંબોધન બદલાતા. ક્યારેક એ નેણોથી હેત નીતારતી મા નો વ્હાલસોયો દિકરો હતો તો ક્યારેક કોઈ નો પ્રિય સખા, ક્યારેક વળી રોલ નં. ૧૧ નું સંબોધન એને કપરી કસોટીઓની યાદ અપાવી દેતું.આ બધું જ અત્યારે તો કેવળ એક યાદ સિવાય બીજું કશું જ ન હતું.
આ યાદ પણ તેને મન તો એક પતંગિયા સમી જ હતી જેને કેવળ દૂરથી નિહાળવાની જ મજા છે, પાસે જઈને પકડવાનો પ્રયાસ કરો તો ઊડી જાય.અને થયું પણ એવું જ. નર્સનો કર્કશ અવાજ સાંભળતાં જ એ પતંગિયું તો ઊડીને ક્યાંય દૂર-દેશ જતું રહ્યું. ક્યારે પાછું વળીને આવશે એ તો રામ જાણે.
ઈન્ટર્નશીપની પોતાની છેલ્લી પોસ્ટીંગ આઈસીયુ આવી એ માટે એણે એના ઉપરી સાહેબને કેટલીયે ગાળો ભાંડી હશે. એમાં પણ આજે તો છેલ્લો દિવસ. જ્યાં આજે બીજા લોકો રવિવાર નો આનંદ માણતા હતા ત્યાં પોતે આજે ક્યારે ડ્યુટી પૂરી થાય અને આ સિસ્ટરના ત્રાસમાંથી મુક્ત થાય તેની રાહ જોઈને બેઠો હતો.કાલથી તો એ આ જંજાળમાંથી મુક્ત થઈ જવાનો.
ધીમે ડગલે એ કેબીન નંબર આઠ સુધી પહોંચ્યો.તેની તબીબી જીંદગી બદલનારો અનુભવ આજ તેને થવાનો હતો એવી ક્યાં ખબર હતી. અંદર કેબીનમાં જઇને જુએ છે તો સાતેક વર્ષની એક બાળા બેડ પર સૂતી છે. ચહેરા પર શરીરમાં થતી પીડાનાં ભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. બંને હાથની નસમાં લાંબી સોય ભોંકેલી છે.શરીર આખું કેટલાય તારમાં ગુંચવાયુ છે. તેની પાસે બેઠી તેની માતા પણ એ બાળકી જેટલી જ પીડા અનુભવી રહી છે. બાજુમાં પડ્યું ઈલેક્ટ્રોનિક મોનિટર પણ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતુ હોય એમ સતત બીપ...બીપ... ના રણકા કરે છે. પીડાને લીધે આંખમાંથી વહેલા અશ્રુની ધાર સૂકાઈને એક હ્દયદ્રાવક દ્રશ્ય સર્જે છે.
આ ફિલ્ડમાં તેણે અત્યાર સુધી ઘણા લોકોને જીવ ગુમાવતા જોયા હતા પરંતુ આજે આ બાળકીની પીડા એને જાણે સ્પર્શી ગઈ. એ બેડ પાસે જઈને ઊભો રહ્યો અને સિસ્ટરને રાયલ્સ ટ્યૂબ તથા બીજી અન્ય સામગ્રી લાવવા કહ્યું.
ત્યાં સુધી તેણે દર્દીની ફાઈલ તપાસી જોયુ. ગત રાત્રે જ ICU માં દાખલ થયેલી સાત વર્ષની એ બાળકી લ્યુકેમિયા નામના રક્તના કેન્સરનો ભોગ બની હતી. ફેફસામાં ઝેરી ચેપ લાગવાથી તે શ્વાસ પણ લઈ શકે તેમ ન હતી. કેન્સરની સારવાર માટે વપરાતી દવાઓને કારણે તેના માથાના વાળ પણ ખરી પડ્યાં હતાં. તેનું પ્રોગ્નોસિસ પણ કંઈ સારા સમાચાર આપી શક્યું ન હતું. મોઢા વડે ખોરાક ન લઈ શકવાથી નળી નાખીને ખોરાક ઉતારવો પડે તેમ હતું.
એટલામાં તો સિસ્ટર ત્યાં રાયલ્સ ટ્યૂબ સાથે હાજર થઈ ગઈ. એ નળી લેવા જ જતો હતો ત્યાં અચાનક જ તેના હાથને એક નાજુક એવા સ્પર્શનો અનુભવ થયો. હ્દયમાં લાગણીઓના સ્પંદનો પેદા થતા વાર ન લાગી.
પેલી અજાણી બાળકી સાથે લાગણીના કદી ન તૂટે એવા બંધનમાં એ ક્યારે બંધાઈ ગયો એની ખબર જ ના રહી.પોતે આજ સુધી તો કોઇ દર્દી સાથે આવી માયામાં બંધાયો ન હતો. પોતાની તબીબી ઈન્ટર્નશીપના સમયમાં આજ સુધી તો કદીય કોઈ સંવેદના તેને સ્પર્શી શકી ન હતી. તો આજે એને શું થઈ ગયું એ વિચારે છે ત્યાં તો ફરી એકવાર એ નમણાં હાથનો સ્પર્શ અનુભવાયો.
તેણે એ બાળકી સામે જોયું.આંસુથી ખરડાયેલી આંખો જાણે બૂમો પાડી પાડીને કહી રહી હતી કે હવે એનાથી વધારે દર્દ સહન થઈ શકે તેમ નથી.હવે એના છેલ્લા દિવસોમાં એને શાંતિથી જવા દેવા માટે જાણે એ આંખો સામેવાળાને વિનવી રહી હતી. ચહેરો પણ જાણે એમ કહી રહ્યો હતો કે હવે તે બાળા ગણ્યા ગાંઠ્યા દિવસથી વધારે નહીં જીરવી શકે.
એનું મન પણ એને હવે પેલી બાળકીના મોઢામાં રાયલ્સ ટ્યૂબ નાખી તેને વધુ પીડા આપવાની ના પાડતું હતું. પરંતુ એમ કર્યા વિના એની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો.તે જ સમયે મનમાં જાણે નિશ્ચય કરી લીધો કે હવે એ ખૂબ જ મોટો પીડીયાટ્રીશીયન જ બનશે. આજ પછી આ બાળકીની જેમ બીજા કોઈ ભૂલકાં બીમારીનો ભોગ ના બને તે માટે તે ખૂબ ભણશે તથા ગામેગામ ફરીને જનજાગૃતિ અભિયાન હાથ ધરશે.
**********
આજે એવોર્ડ મેળવતા અનાયાસે જ વર્ષો પહેલાની ICU ની એ રાતની ડ્યુટી અને તે ભુલકી યાદ આવતા આંખે ઝળઝળીયા આવી ગયા.
-
ચિરાગ
તા. ૦૮/૦૫/૨૦૧૮
સમય: ૯.૩૦ રાત્રે
સ્થળ: મેડિકલ આઇસીયુ, ક્રિષ્ના હોસ્પિટલમાં

Commendable story👌👌
જવાબ આપોકાઢી નાખોIntern story..����
જવાબ આપોકાઢી નાખોકાલ્પનિક વાર્તા 😆😆
કાઢી નાખોOmg....its so beautifully descripted...keep it up man...god bless uuh
જવાબ આપોકાઢી નાખો