गुरू ब्रह्मा गुरू विष्णु गुरू देवो महेश्वराय ાા
गुरू साक्षात पर ब्रह्म तस्मै श्री गुरवे नम: ાા
વાંચક કે શ્રોતાને આ માત્ર પંદર શબ્દોના સંગમથી સર્જાયેલો શ્લોક લાગશે. પરંતુ જેણે આ પંદર શબ્દોનો મર્મ જીવનમાં ઉતાર્યો છે એના માટે તો સમગ્ર બ્રહ્માંડ પણ ગુરુ સામે નિમ્ન લાગે. શ્રેષ્ઠતાના શિખર સમા ગુરુજનોને કોટિ કોટિ વંદન.
માનવીના જીવનમાં ગુરુનું મહત્વ સમજાવતા તો કદાચ ચાર વેદનું જ્ઞાન પણ ખૂટી પડે. અજ્ઞાનના આ અંધકારમાં ભૂલા પડેલા માનવીને ભોમિયો બની માર્ગ ચીંધનાર તે ગુરુ. માટી રૂપી માનવને કુંભાર બની ઘડાનો ઘાટ આપનાર તે ગુરુ. જગમાં ફૂલ બની પોતાની ફોરમ ફેલાવતા માનવીના જીવનને માળી બની સિંચનાર તે ગુરુ. નાના બાળક સમા માનવીના મનને મા બની, ક્યારેક વઢી તો ક્યારેક વ્હાલ કરી સમજણની સીડી ચડાવનાર તે ગુરુ. માનવની અજ્ઞાનરૂપી સરિતાને સાગર બની, પોતાનામાં સમાવી, જ્ઞાનથી તરબોળ કરનાર તે ગુરુ.
ગુરુ એટલે જ્ઞાનનો 'અનંત' સાગર. ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારને ભેદતો દીપક. માનવીના જીવનસફરમાં એક એવું વ્યક્તિત્વ કે જે સંસારરુપી આ દરિયો ઓળંગવા માટે ઈશ્વરે એક નાવડીના રૂપમાં મોકલ્યા છે.
ગુરુ શબ્દ કર્ણપટલ પર અથડાય ત્યારે તરત જ સ્મરણ થાય જીવનમાં જેના વગર માનવીનું અસ્તિત્વ શૂન્ય સમાન છે એ 'મા'નું. પહેલી વાર જ્યારે આંખ ઉઘડી ત્યારે જે સ્નેહ નીતરતા ચહેરા સાથે કદી ન તૂટે એવા લાગણીનાં તંતુથી બંધાયા હતા, જેના રૂપમાં સાક્ષાત ભગવાન આ ધરતી પર અવતર્યા છે, નિસ્વાર્થપણાનું જે પ્રતિક છે, જેણે જિંદગીમાં ડગલે-ને-પગલે એક આદર્શ શિક્ષકની ભૂમિકા ભજવી છે, ઉજ્જડ એવી આ મનની ભૂમિ ઉપર જેણે સમજણના બી રોપ્યા છે એ માતાને કોટિ કોટિ વંદન. मातृदेवो भव: ાા
'મા' પછી જો આપણા જીવનઘડતરમાં જો કોઈનો ફાળો હોય તો એ પિતા અને શિક્ષકોનો છે. આંગળી પકડીને ચાલતા શિખ્યા ત્યારથી માંડીને જીવનના દરેક ખરાં-ખોટા કાર્યોની સમજણ આપનાર પિતા અને ગુરુજનો ને કોટિ કોટિ વંદન. पितृदेवो भव: आचार्य देवो भव: ાા
જીવનમાં ગુરુનું મહત્વ સમજાવતા કવિની ઉપમાઓ અને લેખકના શબ્દો પણ ખૂટી પડ્યા છે. ગુરુનો મહિમા અનંત છે. જ્ઞાનના એ સાગરને ગુરુપૂર્ણિમાના આ પાવન દિવસે શત્ શત્ નમન, કોટિ કોટિ વંદન.
સર્વે મિત્રો તથા આદરણીય ગુરુજનોને ગુરુપૂર્ણિમાની શુભકામના..
અસ્તુ..
- ચિરાગ (અનંત)

Guru vina gyan kyathi male superb salute u boss
જવાબ આપોકાઢી નાખોGuru vina gyan kyathi male superb salute u boss
જવાબ આપોકાઢી નાખો