હું કોણ ??
વિચારોના વમળોમાં તણાતા મનમાં
અમસ્તો જ સવાલ ઉદ્ભવ્યો, હું કોણ??
શું મારો ધ્યેય, શું મારી આકાંક્ષા અને
શું છે જગમાં મારા અસ્તિત્વનું પ્રમાણ?
શું હું પણ છું મેઘધનુષ પેઠે રંગ બદલતો માનવી,
કે બંધનોમાં જકડાયેલો, હાર્યો થાક્યો એક કેદી,
પળે-પળે જાત સાથે યુદ્ધ ખેલતો કોઈ લડવૈયો,
કે જગને અવનવા સર્જનથી મોહાવતો કોઈ કલાકાર,
જીવનસફરમાં પ્રેમાળ હાથનો સાથ ઝંખતો કોઈ રાહગીર,
કે પ્રેમના શરથી ઘવાયેલો કોઈ પાગલ પ્રેમરોગી??
જવાબના રહસ્યની શોધનો થયો જ્યારે આરંભ
મનમાંથી જ મળતા ઉત્તરે તોડ્યો મુંઝવણનો સ્તંભ
રચનાકારની સર્જનાત્મકતાને શબ્દોમાં પરોવવા
પ્રકૃતિના સૌંદર્યરૂપી શિલ્પને ઉપમાઓથી વધાવવા
આશીક છું સુંદર કૃતિનો, કલ્પનાનો 'અનંત' સાગર
હું તો છું સૌંદર્યનો તરસ્યો એક ગુમનામ શાયર
- ચિરાગ (અનંત)

Very nice n awsome poem
જવાબ આપોકાઢી નાખોVery nice n awsome poem
જવાબ આપોકાઢી નાખોVery nice
જવાબ આપોકાઢી નાખોLibrary ni stories wright
જવાબ આપોકાઢી નાખોHaha. Chokkas
કાઢી નાખો