બુધવાર, 19 ઑગસ્ટ, 2015

પ્રેમપત્ર



પ્રિય ,

 
       તું મળી, ને જાણે આ રમતિયાળ મન ને એનું પ્રિય રમકડું મળી ગયું  .આખો ઉનાળો સૂરજનો પ્રકોપ વેઠ્યા બાદ જેમ નીર ના એક-એક ટીપાથી ધરાની તૃષ્ણા બુઝાય છે એમ તારા નીર રૂપી સંગાથે નિર્દોષ પ્રેમ માટે તરસ્યા  મારા આ જીવની પ્યાસ તૃપ્ત કરી છે  . ડુંગરો ની ઉંચાઈઓ ખુન્ધ્યા  બાદ જયારે નદી પોતાના પ્રેમ રૂપી સાગરને મળી ને આનંદિત થાય છે એવો જ સંતોષ મને તારા સંગાથમાં મળે છે  . દુનિયા તાજ-મહાલને પ્રેમનું પ્રતિક ગણે છે પણ તેઓ એ નથી જાણતા કે શાહજહાંના પ્રેમનું જ્યાં પૂર્ણવિરામ આવે છે ત્યાં તો આપણો પ્રેમ કેવળ શરુ થાય છે  . મારે કઈ તારે માટે તાજ-મહાલ નથી બંધાવો  .મારે તો તારે માટે ફૂલોની એક સરસ ઝુંપડી બાંધવી છે જેનું એક-એક પુષ્પ આપણે ભેગા મળી ને સજાવ્યું હોય  . અને જ્યાં પવિત્ર પ્રેમ સિવાય બીજી કોઈ સુવાસ ના હોય.મારા બધા જ દુઃખનો ઈલાજ કેવળ તું જ છે  . અને દુઃખ તો ત્યારે હોય જયારે કોઈ ચીજની ઉણપ હોય .પણ સાચું કહું જ્યારથી મારા જીવન માં તારો પ્રવેશ થયો છે મને કોઈ વાતની ઉણપ લાગતી જ નથી. તે મારા જીવનના આ બાગને ખુશીઓ થી જ સીંચ્યો છે. જિજ્ઞાસા છલકાતી આંખો, ને અણીદાર હોઠ વડે જયારે તું સ્મિત વેરે છે ને ત્યારે તો જાણે મને બધું જ ભૂલી ને તારામાં જ સમાઈ જવાનું થઇ આવે છે  .
       મારા આ રણરૂપી જીવન ને  તારા પ્રેમના સિંચન થી હર્યું ભર્યું વન બનાવવા બદલ તારો આભાર હું આ પત્ર દ્વારા માનું છું  . આ 'ચિરાગ' ક્યારનો બુઝાઈ  ગયો હોત જો એમાં તારા પ્રેમનું  ઇંધણ ના પુરાયું હોત  .

                                                                                       -લિ .
                                                                                         એ જ જેનું સર્વસ્વ તારે આધીન છે
                                                                                          ચિરાગ......



3 ટિપ્પણીઓ:

chiragcontractor07@gmail.com