સોમવાર, 24 ઑગસ્ટ, 2015

કાવ્ય - ભાઈ-બહેન (એક ભાઈ ની વેદના )

ભાઈ-બહેન    (એક ભાઈ ની વેદના )


હિંચકો ઝુલાવવા , લાડ લડાવવા
મારે વડના એ ઝાડ હેઠળ જવું છે
આપે ભગવાન મને એક વરદાન
મારે બહેન નો વ્હાલો વીર થવું છે

બિલ્લીપગે જયારે બા 'ને બાપુ થી
છુપતા છુપાતા અમે ભાગતા 'તા
વડના એ વૃક્ષ હેઠળ મીઠી વાતો માં
આખો બપોર અમે કાઢતા 'તા
                     મસ્તીભર્યા એ બાળપણ ના દિવસો માં જ
                     જીવન મારે વિતાવવું છે
                     આપે ભગવાન મને એક વરદાન
                      મારે બહેન નો વ્હાલો વીર થવું છે


મીઠા પકવાન જયારે વ્હાલી બહેન મારી
હાથેથી મને ખવડાવતી 'તી
પકવાનના સ્વાદથીય મીઠી એની
આંગળી ત્યારે મને લગતી 'તી
                         બહેનના સ્નેહની એ વર્ષા માં
                         મન ભરી ને મારે નહાવું છે
                         આપે ભગવાન મને એક વરદાન
                         મારે બહેન નો વ્હાલો વીર થવું છે


લાલ કંકુ કેરું તિલક જયારે મારા
ભાલ ઉપર એ માંડતી' તી
હાથે રાખડી બાંધી ને મારા ત્યારે
ઓવારણાં એ લેતી 'તી
                          અખૂટ મમતારૂપી વ્હાલ ના એ દરિયા માં
                          આજે મારે સમાવું છે
                          આપે ભગવાન મને એક વરદાન
                          મારે બહેન નો વ્હાલો વીર થવું છે


લાગે છે કે મારા કરતા પણ વધુ
ઉપરવાળા ને એ પ્યારી હતી
જે દૂર કરી ને મારાથી એને  એ
પોતાની પાસે લઇ ગયો
                           લાડકી બહેન ના વિરહ માં જાણે
                           છીનવાઈ મારી બધી ખુશી
                           ને એકાંત ના આ વિશાળ સાગરમાં
                           જાણે હું જ એકલો રહી ગયો



એકાંતનો આ દરિયો ઓળંગી
મારે વડના એ ઝાડ હેઠળ જવું છે
મારે લાડકી બહેન પાસે જવું છે
આપે ભગવાન મને એક વરદાન
મારે બહેન નો વ્હાલો વીર થવું છે
મારે બહેન નો વ્હાલો વીર થવું છે


                                                                  - ચિરાગ......


1 ટિપ્પણી:

chiragcontractor07@gmail.com