સંતોષ , પ્રેમ અને ઈશ્વરનું સાનિધ્ય.
એમાં મને સંતોષ વાળો કિસ્સો આજે યાદ આવી ગયો .
સાંજ નો સમય હતો અને એક વૃદ્ધ દંપતી ઘર ના તંગ માહોલથી કંટાળી પ્રકૃતિના ખોળે બાગમાં ફરવા માટે નીકળ્યા હતા. ફરતા ફરતા વીતી ગયેલી જીંદગી ના પન્ના પલટતા જતા હતા. યાદ કરતા હતા એ દિવસો જયારે તેઓ પણ યૌવન ના ઉમળકા ભરતા હતા. ફરતા ફરતા તેમની નજર બાગ માં નિરાંતે સૂતા એક યુવાન પર પડી. દાદાને આશ્ચર્ય થયું કે આટલા જોશ્ભાર્યા યૌવન ના દિવસો આ માણસ આમ પડ્યા રહેવામાં વેડફી નાખે છે. દાદા એ યુવાન ને ઊંઘમાંથી ઉઠાડતા પૂછ્યું "ભાઈ , કેમ આમ નિરાંતે સુતો છે ?? તારે ઘરબાર નથી ?? યુવાને માથું ધુણાવી નાં પાડી ત્યારે દાદા કહે "ભાઈ એક કામ કર મારા દીકરાને ફેક્ટરી છે એમાં કામ કરવા જો તું રાજી હો તો ત્યાં જોડાઈ જા અને થોડી મૂડી ભેગી કર. યુવાન કહે "પછી શું ?"
"પછી શું ,મૂડી માંથી એક સારું એવું ઘર બનાવજે "
"પછી ?"
"પછી શું ,કોઈ સારા ઘર ની કન્યા સાથે વિવાહ કરી ને સંસાર વસાવજે "
"દાદા , પછી શું ??"
"પછી શું , પછી સંસાર માંડી જયારે વૃદ્ધ થાય એટલે તું તારે નિરાંતે આરામ કરજે "
દાદા ની આ વાત સાંભળી યુવાન મન માં જરા મલકાયો .એને દાદા ને કહ્યું દાદા મને એક વાત સમજાતી નથી હું અત્યારે આરામ જ કરી રહ્યો હતો ત્યાં તમે મને જગાડ્યો અને આટલા બધા કાર્યો કાર્ય પછી પણ આરામ જ કરવાની સલાહ આપી. તો તમે મને ફક્ત એ સમજાવો કે જે કાર્ય હું અત્યારે કરી રહ્યો છું એ જ કરવા માટે મારે આટલું બધું કરવાની શી જરૂર છે ? છેવટે તો મારે આરામ જ કરવાનો છે તો અત્યારે કેમ નહી !!!!!
યુવાન ની આ વાત સાંભળી દાદા ને વાસ્તવિકતા નું જ્ઞાન થયું કે આવ્યા હતા દુનિયામાં ત્યારે પણ ખાલી હાથ જ આવ્યા હતા અને છેવટે પણ રાખ બનીને માટી માં જ મળવાનું છે . તો પછી કેમ આ મન ની ગુલામી કરવાની ??
khali hathej javanu to doctor km banvanu??
જવાબ આપોકાઢી નાખો