સોમવાર, 24 ઑગસ્ટ, 2015

કાવ્ય - ભાઈ-બહેન (એક ભાઈ ની વેદના )

ભાઈ-બહેન    (એક ભાઈ ની વેદના )


હિંચકો ઝુલાવવા , લાડ લડાવવા
મારે વડના એ ઝાડ હેઠળ જવું છે
આપે ભગવાન મને એક વરદાન
મારે બહેન નો વ્હાલો વીર થવું છે

બિલ્લીપગે જયારે બા 'ને બાપુ થી
છુપતા છુપાતા અમે ભાગતા 'તા
વડના એ વૃક્ષ હેઠળ મીઠી વાતો માં
આખો બપોર અમે કાઢતા 'તા
                     મસ્તીભર્યા એ બાળપણ ના દિવસો માં જ
                     જીવન મારે વિતાવવું છે
                     આપે ભગવાન મને એક વરદાન
                      મારે બહેન નો વ્હાલો વીર થવું છે


મીઠા પકવાન જયારે વ્હાલી બહેન મારી
હાથેથી મને ખવડાવતી 'તી
પકવાનના સ્વાદથીય મીઠી એની
આંગળી ત્યારે મને લગતી 'તી
                         બહેનના સ્નેહની એ વર્ષા માં
                         મન ભરી ને મારે નહાવું છે
                         આપે ભગવાન મને એક વરદાન
                         મારે બહેન નો વ્હાલો વીર થવું છે


લાલ કંકુ કેરું તિલક જયારે મારા
ભાલ ઉપર એ માંડતી' તી
હાથે રાખડી બાંધી ને મારા ત્યારે
ઓવારણાં એ લેતી 'તી
                          અખૂટ મમતારૂપી વ્હાલ ના એ દરિયા માં
                          આજે મારે સમાવું છે
                          આપે ભગવાન મને એક વરદાન
                          મારે બહેન નો વ્હાલો વીર થવું છે


લાગે છે કે મારા કરતા પણ વધુ
ઉપરવાળા ને એ પ્યારી હતી
જે દૂર કરી ને મારાથી એને  એ
પોતાની પાસે લઇ ગયો
                           લાડકી બહેન ના વિરહ માં જાણે
                           છીનવાઈ મારી બધી ખુશી
                           ને એકાંત ના આ વિશાળ સાગરમાં
                           જાણે હું જ એકલો રહી ગયો



એકાંતનો આ દરિયો ઓળંગી
મારે વડના એ ઝાડ હેઠળ જવું છે
મારે લાડકી બહેન પાસે જવું છે
આપે ભગવાન મને એક વરદાન
મારે બહેન નો વ્હાલો વીર થવું છે
મારે બહેન નો વ્હાલો વીર થવું છે


                                                                  - ચિરાગ......


બુધવાર, 19 ઑગસ્ટ, 2015

પ્રેમપત્ર



પ્રિય ,

 
       તું મળી, ને જાણે આ રમતિયાળ મન ને એનું પ્રિય રમકડું મળી ગયું  .આખો ઉનાળો સૂરજનો પ્રકોપ વેઠ્યા બાદ જેમ નીર ના એક-એક ટીપાથી ધરાની તૃષ્ણા બુઝાય છે એમ તારા નીર રૂપી સંગાથે નિર્દોષ પ્રેમ માટે તરસ્યા  મારા આ જીવની પ્યાસ તૃપ્ત કરી છે  . ડુંગરો ની ઉંચાઈઓ ખુન્ધ્યા  બાદ જયારે નદી પોતાના પ્રેમ રૂપી સાગરને મળી ને આનંદિત થાય છે એવો જ સંતોષ મને તારા સંગાથમાં મળે છે  . દુનિયા તાજ-મહાલને પ્રેમનું પ્રતિક ગણે છે પણ તેઓ એ નથી જાણતા કે શાહજહાંના પ્રેમનું જ્યાં પૂર્ણવિરામ આવે છે ત્યાં તો આપણો પ્રેમ કેવળ શરુ થાય છે  . મારે કઈ તારે માટે તાજ-મહાલ નથી બંધાવો  .મારે તો તારે માટે ફૂલોની એક સરસ ઝુંપડી બાંધવી છે જેનું એક-એક પુષ્પ આપણે ભેગા મળી ને સજાવ્યું હોય  . અને જ્યાં પવિત્ર પ્રેમ સિવાય બીજી કોઈ સુવાસ ના હોય.મારા બધા જ દુઃખનો ઈલાજ કેવળ તું જ છે  . અને દુઃખ તો ત્યારે હોય જયારે કોઈ ચીજની ઉણપ હોય .પણ સાચું કહું જ્યારથી મારા જીવન માં તારો પ્રવેશ થયો છે મને કોઈ વાતની ઉણપ લાગતી જ નથી. તે મારા જીવનના આ બાગને ખુશીઓ થી જ સીંચ્યો છે. જિજ્ઞાસા છલકાતી આંખો, ને અણીદાર હોઠ વડે જયારે તું સ્મિત વેરે છે ને ત્યારે તો જાણે મને બધું જ ભૂલી ને તારામાં જ સમાઈ જવાનું થઇ આવે છે  .
       મારા આ રણરૂપી જીવન ને  તારા પ્રેમના સિંચન થી હર્યું ભર્યું વન બનાવવા બદલ તારો આભાર હું આ પત્ર દ્વારા માનું છું  . આ 'ચિરાગ' ક્યારનો બુઝાઈ  ગયો હોત જો એમાં તારા પ્રેમનું  ઇંધણ ના પુરાયું હોત  .

                                                                                       -લિ .
                                                                                         એ જ જેનું સર્વસ્વ તારે આધીન છે
                                                                                          ચિરાગ......



શનિવાર, 15 ઑગસ્ટ, 2015

સ્વતંત્રતા દિવસ

સ્વતંત્રતા દિવસ
ક્યાંક લાલ તો ક્યાંક કાળી , ક્યાંક રાતી તો વળી ક્યાંક ચીકણી  - અહી તો માટી ના પણ કણે -કણમાં વિવિધતા સમાયેલી છે. છતાં આ વૈવિધ્ય ની મધ્યમાં પણ સુગંધ તો એક જ છે. મારા ભારતદેશ ની સુવાસ  . શૌર્ય  ,શાંતિ અને હરિયાળી ના ત્રિરંગા પ્રતિક રૂપી હિન્દુસ્તાનને કોટિ - કોટિ વંદન. ખુલા આસમાનમાં શાનથી લેહરતો ત્રિરંગો આજે ભારતમાતા ના ઈતિહાસ ની ઝંખના કરાવે છે  .
       
              કેસરી એટલે કે સિંહ અને સિંહ એટલે શૌર્ય  . ને શૌર્ય ની વાત થાય અને તરત જ સ્મરણ થાય ભગત આઝાદ સુખદેવ જેવા અસંખ્ય ક્રાંતિવીરો નું જેમનું રક્ત આજે પણ આ ધરતી માં સમાયેલું છે  . સ્મરણ થાય  ભારતમાં ની રક્ષા કાજે  સરહદ પર શહીદ થયેલા વીર જવાનો નું  . શૌર્ય ની આ પ્રતિમાઓ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આજે દિવસ છે  .
 
              શ્વેત એટલે શાંતિ  .અને શાંતિ ની વાત થાય એટલે સ્મરણ થાય સત્ય , સદાચાર અને અહિંસા ના પૂજારી આપણા રાષ્ટ્રપિતા મો.ક.ગાંધી નું , સ્મરણ થાય આ દેશ માટે પોતાની અખૂટ સંપતિ અને વૈભવ નો ત્યાગ કરનાર બાળકોના ચહિતા ચાચા નેહરુ નું  . શાંતિના આ દેવદૂતો ને શ્રદ્ધાંજલિ અર્પવાનો આજે દિવસ છે  .

             લીલો રંગ એટલે પ્રતિક હરિયાળીનું  . ભારતમાં નું વસ્ત્ર એવી હરિયાળી જે આ દેશ ની શાન છે  . અને હરિયાળી ની વાત થાય એટલે સ્મરણ થાય ઉનાળાના કપરા તડકા માં હળ ખેડતા કિસાનનું  . એ કિસાન નો  આભાર માનવાનો આજે દિવસ છે  .

         
           'વિવિધતા માં એકતા' જે આપણા હિન્દુસ્તાનની ઓળખ છે  . 562 રજવાડાઓ એકઠા કરી આ એકતા ને અખંડિત કરનાર આપના વલ્લભ 'સરદાર' . એ લોહપુરુષ ને શ્રદ્ધાંજલિ  અર્પવાનો આજે દિવસ છે  .
ભારતની ગૌરવગાથા ગાવાનો આજે દિવસ છે. તેના વિકાસ માટે કંઈક નવુ કરવાનો નિશ્ચય લેવાનો આજે દિવસ છે. અપૂર્ણતાઓ તો ઘણી હોય છે પરંતુ આપણા સૌના સહયોગ થી આ દેશને પૂર્ણ બનાવવાનો સંકલ્પ લેવાનો આ દિવસ છે.
       આજે સ્વતંત્રતા દિવસ છે  .
         જય હિન્દ। .......

                                                   -ચિરાગ ...........

રવિવાર, 2 ઑગસ્ટ, 2015

સંતોષ



આજે રૂમ પર બેઠા બેઠા જ વિચાર કરતો હતો કે હવે ભવિષ્યમાં આગળ શું કરવું . પોસ્ટ ગ્રેજ્યુએટ માટે તૈયારી શરુ કરવી કે કેમ . ત્યારે મને ડોક્ટર આઈ.કે.વીજળીવાળા જયારે એક વખત અમારી કોલેજમાં આવ્યા હતા એ પ્રસંગ યાદ આવી ગયો . વક્તવ્ય આપતા આપતા એમની આંખે તો શ્રાવણ ભાદરવો વરસતા જ હોય પણ આપણને પણ એહસાસ ન થાય કે આપણી આંખો પણ ભીની થઇ ગઈ છે . એમણે  જીવનના ત્રણ મૂળભૂત પાયા ખુબ જ સરસ કિસ્સાઓ સાથે સમજાવ્યા હતા  . 
સંતોષ , પ્રેમ અને ઈશ્વરનું સાનિધ્ય.
એમાં મને સંતોષ વાળો કિસ્સો આજે યાદ આવી ગયો  .

સાંજ નો સમય હતો અને એક વૃદ્ધ દંપતી ઘર ના તંગ માહોલથી કંટાળી પ્રકૃતિના ખોળે બાગમાં ફરવા માટે નીકળ્યા હતા. ફરતા ફરતા વીતી ગયેલી જીંદગી ના પન્ના પલટતા જતા હતા. યાદ કરતા હતા એ દિવસો જયારે તેઓ પણ યૌવન ના ઉમળકા ભરતા હતા. ફરતા ફરતા તેમની નજર બાગ માં નિરાંતે સૂતા એક યુવાન પર પડી. દાદાને આશ્ચર્ય થયું કે આટલા જોશ્ભાર્યા યૌવન ના દિવસો આ માણસ આમ પડ્યા રહેવામાં વેડફી નાખે છે. દાદા એ યુવાન ને ઊંઘમાંથી ઉઠાડતા પૂછ્યું "ભાઈ , કેમ આમ નિરાંતે સુતો છે ?? તારે ઘરબાર નથી ?? યુવાને માથું ધુણાવી નાં પાડી ત્યારે દાદા કહે "ભાઈ એક કામ કર મારા દીકરાને ફેક્ટરી છે એમાં કામ કરવા જો તું રાજી  હો તો  ત્યાં જોડાઈ જા અને થોડી મૂડી ભેગી કર. યુવાન કહે "પછી શું ?"
"પછી શું ,મૂડી માંથી એક સારું  એવું ઘર બનાવજે "
"પછી ?"
"પછી શું ,કોઈ સારા ઘર ની કન્યા સાથે વિવાહ કરી ને સંસાર વસાવજે "
"દાદા , પછી શું ??"
"પછી શું , પછી સંસાર માંડી જયારે વૃદ્ધ થાય એટલે તું તારે નિરાંતે આરામ કરજે "
દાદા ની આ વાત સાંભળી યુવાન મન માં જરા મલકાયો .એને દાદા ને કહ્યું દાદા મને એક વાત સમજાતી નથી હું  અત્યારે આરામ જ કરી રહ્યો હતો ત્યાં તમે મને જગાડ્યો અને આટલા બધા કાર્યો કાર્ય પછી પણ આરામ જ કરવાની સલાહ આપી. તો તમે મને ફક્ત એ સમજાવો કે જે કાર્ય હું અત્યારે કરી રહ્યો છું એ જ કરવા માટે મારે આટલું બધું કરવાની શી જરૂર છે ? છેવટે તો મારે આરામ જ કરવાનો છે તો અત્યારે કેમ નહી  !!!!! 
યુવાન ની આ વાત સાંભળી દાદા ને વાસ્તવિકતા નું જ્ઞાન થયું કે આવ્યા હતા દુનિયામાં ત્યારે પણ ખાલી હાથ જ  આવ્યા હતા અને છેવટે પણ રાખ બનીને માટી માં જ મળવાનું છે  . તો પછી કેમ આ મન ની ગુલામી કરવાની ??