તું ક્યાં છે ???
કેટલાકે કહ્યું મંદિર જા , મંદિરમાં છે એનું ઘર
દોડ્યો તને શોધવા પણ મને તો ના મળ્યો તું
ખૂણે ખૂણે ખોળ્યુ પણ હતાશા ના જયારે ઘેરાયા વાદળ
ત્યારે દરવાજે બેઠેલ ભિક્ષુકના આશીષમાં મને મળ્યો તું
લોકો કે' મસ્જીદમાં તું જા ત્યાં જરૂર થશે એની પ્રાપ્તિ
ચડતા'તા જ્યાં કફન કબર પર ત્યાં પણ મને ના મળ્યો તું
ખૂણે ખૂણે ખોળ્યુ પણ જયારે ધૈર્યની થઇ સમાપ્તિ
ત્યારે કળીમાંથી ફૂટતા ગુલાબની સુગંધમાં મને મળ્યો તું
ગીરજાઘરમાં ઈશુ વસે છે ત્યાં તને એ જરૂર મળશે
લટકી'તી ત્યાં ઈશુ ની મુરત મને તો પણ ના મળ્યો તું
ખૂણે ખૂણે ખોળ્યુ, લાગ્યું કે અહી પણ હતાશા જ જડશે
ત્યારે ધાવણથી ધરાઇને સ્મિત વેરતા શિશુમાં મને મળ્યો તું
દોડ્યો બધે તારી શોધમાં ફરી ફરી ને થાક્યો જ્યારે
ખુદના જ અંતરના હું ઉંબરે આવી ઉભો રહ્યો
બુઝાઈ ગઈ ચોતરફથી બાહ્ય પ્રગટતી જ્યોત, ત્યારે
તિમિરના એ જાળ ને ભેદતો અંતરમાંથી જ પ્રકાશ થયો
અંતરના એ અવાજથી જાણે બધી પહેલી ઉકલાઈ
મુજ અજ્ઞાનીને ઝરુખે જ્ઞાનનો જાણે દીપ જળ્યો
આ જગતના કણેકણમાં ખુશ્બૂ તારી છે પ્રસરાઈ
મનના અસંખ્ય સવાલોનો હવે મને જવાબ મળ્યો
કે,
માનવતાની ધૂપસળી સળગે દુનિયામાં જ્યાં છે
છે જ્યાં પોતીકાપણાની ભાવના , તારી હાજરી ત્યાં છે
છતાં એ નથી સમજાતું કે કેમ પૂછ્યા કરે છે આ દુનિયા
કે હે ભગવાન તું ક્યાં છે ???
હે ભગવાન તું ક્યાં છે ???
-ચિરાગ


લોકો મુરતી ને એટલુ પૂજે છે અને માનસો ને ભૂલી જાય છે. I hope લોકો સૂધરે.😊
જવાબ આપોકાઢી નાખોits very nice poem . I like this poem much more than all others written by you so keep it up dear.
જવાબ આપોકાઢી નાખો