મંગળવાર, 21 જુલાઈ, 2015

કાવ્ય -- યાદ

                                                                      યાદ


ઝરમર ઝરમર વરસી રહ્યો આ  વરસાદ છે
વાતાવરણમાં ચારે તરફ પ્રેમ નો અનહદ નાદ છે
પ્રેમીઓના આ  મોસમની શરૂઆતમાં
કોયલે મીઠા ટહુકા થી પડ્યો સાદ છે

આવામાં એક પંખીએ  આવીને અન્નનો દાણો ખાધો
ને એ સાથે જ એણે મને પ્રેમનો સંદેશ દીધો
કહ્યું કે એ પણ તારા પ્રેમ માં એટલી જ મરે છે
પણ  કોણ જાણે કેમ એ કેહતા તને ડરે છે

લાગણીવશ થઇ મેં પંખી ને પ્રશ્ન કર્યો
કે શું ડરનો એ ભરમ  હજુય  નથી મર્યો ??
સાંત્વના આપતું પંખી કહે સાંભળ મારી વાત
વિધાતાએ તો લખ્યો છે તમારો સાત જન્મનો સાથ

થશે તમારું મિલન તું ધીરજ જરા રાખ
આટલું કેહતા સાથે જ ફફડાવી એણે  પાંખ
પ્રેમ સંદેશ આપીને એ પ્યારું પંખી ઉડ્યું
ને મારા માનસપટ પર એનું સ્મરણ ઉભર્યું

ઝરમર ઝરમર વરસી રહ્યો આ વરસાદ છે
વાતાવરણમાં ચારેતરફ પ્રેમનો અનહદ નાદ છે
ધરા અને નીરના આ પાવન સંગમમાં
એક એની મીઠી યાદ છે
એક એની મીઠી યાદ છે। ...........


                                                        ચિરાગ

શનિવાર, 11 જુલાઈ, 2015

કાવ્ય -- તું ક્યાં છે ???

     તું ક્યાં છે ???



કેટલાકે કહ્યું મંદિર જા , મંદિરમાં છે એનું ઘર
દોડ્યો તને શોધવા પણ મને તો ના  મળ્યો તું
ખૂણે ખૂણે ખોળ્યુ પણ  હતાશા ના જયારે ઘેરાયા વાદળ
ત્યારે દરવાજે બેઠેલ ભિક્ષુકના આશીષમાં મને મળ્યો તું


લોકો કે' મસ્જીદમાં તું જા ત્યાં જરૂર  થશે એની પ્રાપ્તિ
ચડતા'તા જ્યાં કફન કબર પર ત્યાં પણ મને ના મળ્યો તું
 ખૂણે ખૂણે ખોળ્યુ  પણ જયારે ધૈર્યની થઇ સમાપ્તિ
ત્યારે કળીમાંથી ફૂટતા ગુલાબની સુગંધમાં મને મળ્યો તું


ગીરજાઘરમાં ઈશુ વસે છે ત્યાં તને એ જરૂર મળશે
લટકી'તી ત્યાં ઈશુ ની મુરત મને તો પણ ના મળ્યો તું
ખૂણે ખૂણે ખોળ્યુ, લાગ્યું કે અહી પણ હતાશા જ જડશે
ત્યારે ધાવણથી ધરાઇને સ્મિત વેરતા શિશુમાં મને મળ્યો તું

દોડ્યો બધે તારી શોધમાં  ફરી ફરી ને થાક્યો જ્યારે
ખુદના જ અંતરના હું ઉંબરે આવી ઉભો રહ્યો
બુઝાઈ ગઈ ચોતરફથી બાહ્ય પ્રગટતી જ્યોત, ત્યારે
તિમિરના એ જાળ ને ભેદતો અંતરમાંથી જ પ્રકાશ થયો

અંતરના એ અવાજથી જાણે બધી પહેલી ઉકલાઈ
મુજ અજ્ઞાનીને ઝરુખે જ્ઞાનનો જાણે દીપ જળ્યો
આ જગતના કણેકણમાં ખુશ્બૂ તારી છે પ્રસરાઈ
મનના અસંખ્ય સવાલોનો હવે મને જવાબ મળ્યો

કે,
માનવતાની ધૂપસળી સળગે  દુનિયામાં જ્યાં છે
છે જ્યાં પોતીકાપણાની ભાવના , તારી હાજરી ત્યાં છે
છતાં એ નથી સમજાતું કે કેમ પૂછ્યા કરે છે આ દુનિયા
કે   હે ભગવાન તું ક્યાં છે ???
     હે ભગવાન તું ક્યાં છે ???              


                                                                   -ચિરાગ





શુક્રવાર, 3 જુલાઈ, 2015

કાવ્ય -- કાજળ ભર્યા નેણ। ......


કાજળ ભર્યા નેણ



હસતા ચેહરા પાછળ પણ અપાર વેદના વર્તાય છે
કાજળ ભર્યા નેણ જ્યારે આંસુથી છલકાય છે

જન્મ થતા એનો હૈયા ઉદાસ કેમ થાય છે
કેમ એના આગમનથી શોકનો માહોલ છવાય છે
એના વગર નથી અસ્તિત્વ એકેય દીકરાનું આ દુનિયામાં
તોય દીકરા વખતે પેંડા  ને એને વખતે જલેબી કેમ વહેંચાય છે
                                              કાજળ ભર્યા નેણ। .....

નાનપણ એનું રૂઢિઓના બંધનો  માં કરમાય છે
ભણવામાં ને  રમવામાં પણ જયારે દીકરા ને પ્રાધાન્ય આપાય છે
હજુય નથી સમજાતું કે શું આપરાધ હશે એ માસૂમનો
કે કોમળ ફૂલની એ કળી ફરતે કાંટાળી વાડ કેમ બંધાય છે
                                              કાજળ ભર્યા નેણ। .......

શરણાઈના સાદમાં જ્યારે લગ્નગીત ગવાય છે
જિંદગીભરના દસીત્વ ના ત્યારે વચનમાં એ બંધાય છે
ત્યાગની મૂર્તિ સમી એનો એવો તો શું દોષ હશે
કે એના જણેલા બીજને પણ બાપ નું નામ અપાય છે
                                               કાજળ ભર્યા નેણ। .......

વળાવી હતી સાસરે જેમણે  એ માં બાપ પણ જયારે વૃદ્ધ થાય છે
ત્યાગ કરે છે જયારે લાડકવાયો ત્યારે એ જ વારે જાય છે
સેવાની એ પ્રતિમા નો એવો તે શું ગુનો હશે
કે એની જ આકાંક્ષાઓ નું હંમેશ નિકંદન થાય છે
                                                કાજળ ભર્યા નેણ। .......

ભદ્ર કહેવાતા આ સમાજ ને એવી તે કઈ બીમારી ખાય છે
બધું જાણવા છતાં પણ અંધકાર ના માર્ગે જાય છે
ઉચ્ચારે છે બધા 'નારી તું નારાયણી' ના સુત્રો
તોય એ નાજુક નમણાં પંખીનું શિયળ કેમ હણાય છે ????
                                                કાજળ ભર્યા નેણ। .....
           
             
                        -ચિરાગ