માનવી
સફળતા મેળવવા બધું વિસરતો એ ચાલ્યો
સમયને સથવારે એ તો ઠેકડા ભરતો ચાલ્યો
માણસાઈ રૂપી દીવડાની જ્યોત બુઝાવતો
અમાનુષતા ના ઘોર અંધારા મારગે એ ચાલ્યો
રાહમાં આવતા પ્રેમરૂપી તરુઓને વાઢતો
સર્વત્ર સ્વાર્થનું ઉજ્જડ રણ સર્જતો એ ચાલ્યો
સફળતા મેળવવા બધું વિસરતો એ ચાલ્યો
સમયને સથવારે એ તો ઠેકડા ભરતો ચાલ્યો
માણસાઈ રૂપી દીવડાની જ્યોત બુઝાવતો
અમાનુષતા ના ઘોર અંધારા મારગે એ ચાલ્યો
રાહમાં આવતા પ્રેમરૂપી તરુઓને વાઢતો
સર્વત્ર સ્વાર્થનું ઉજ્જડ રણ સર્જતો એ ચાલ્યો
સંબંધોનાે ટોપલો ક્રોધની આગમાં બાળતો
કોણ જાણે કયા મદમાં છલકાતો એ ચાલ્યો
વેરના વળામણા કરવા કાળને પણ હંફાવતો
માનવી ખુદ કળજુગનો કાળ બનવા ચાલ્યો..
- ચિરાગ.. (અનંત)
nyc incidents u took ...
જવાબ આપોકાઢી નાખોઅને આજે ચિરાગ ભાઈ સાહિત્ય ની દુનિયા મા હરણફાળ ભરતો ચાલ્યો
જવાબ આપોકાઢી નાખોહાહા ખૂબ ખૂબ આભાર પ્રતિકભાઈ
કાઢી નાખોHamesha kavitao ma amj haranfal bharto rejo
જવાબ આપોકાઢી નાખોHamesha kavitao ma amj haranfal bharto rejo
જવાબ આપોકાઢી નાખો