શોધ
ભાગદોડ ભર્યું બન્યું છે જીવન સ્પર્ધા નો આ યુગ છે
ભાગદોડ ભર્યું બન્યું છે જીવન સ્પર્ધા નો આ યુગ છે
ક્ષણવાર થોભી શ્વાસ લેવા
વિરામની એક પળ શોધું છું
ખુબ ભણ્યો છતાં પણ રહ્યો હું તો અજ્ઞાની
અજ્ઞાનના આ અંધકારને ભેદતો
જ્ઞાનનો પ્રકાશ શોધું છું
મિથ્યાભિમાન કરતા કરતા પથ્થર બન્યું છે આ હૃદય
ખૂણામાં છુપી બેઠી એવી
નરમાશને હું શોધું છું
એકાંતના આ વંટોળમાં ગુમ થવાનો ભય છે
હાથ પકડીને ઉગારનાર એક
હમસફરને શોધું છું
સંબંધોનો આ સાગર સ્વાર્થનાં જળથી ઉભરાય છે
સમુદ્ર તળે ખોવાયેલું એ
પ્રેમનું મોતી શોધું છું
જૂઠની આ માયાજાળમાં ખુબ ઊંડો ફસાયો
એ પહેલી ના ઉકેલરૂપી
સત્ય ને હું શોધું છું
દુનિયાદારીના રંગે રંગાઈ રંગીલો બન્યો છે 'ચિરાગ'
અંતર્ધ્યાન થઇ બેઠી એ શ્વેત
આત્મજ્યોતને શોધું છું
જૂઠની આ માયાજાળમાં ખુબ ઊંડો ફસાયો
એ પહેલી ના ઉકેલરૂપી
સત્ય ને હું શોધું છું
દુનિયાદારીના રંગે રંગાઈ રંગીલો બન્યો છે 'ચિરાગ'
અંતર્ધ્યાન થઇ બેઠી એ શ્વેત
આત્મજ્યોતને શોધું છું